Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ભાવનગરમાં કોરોનાએ દર્દીનો ભોગ લીધોઃ કેસ વધતા ચિંતા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત વધારો થતા ચિંતા પ્રસરી ગઈ છે. ભાવનગરમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે.
કોરોના સંક્રમણ અટકાવવા માટે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ, માસ્‍ક, સેનેટાઈઝ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્‍યુ છે. જ્‍યારે ૪૪૦ નવા કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જીલ્લામાં ૪૪૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં ૪૦૪ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૩૬ કેસ નોંધાયા છે. જ્‍યારે શહેરમાં ૧૫૪ દર્દીઓ અને ગ્રામ્‍યમાં ૩૦ દર્દીઓ કોરોનામુકત થતા ડીસ્‍ચાર્જ કરવામા આવ્‍યા છે. ભાવનગર ગ્રામ્‍યમાં એક મહિલાનું કોરોનાથી મોત નિપજ્‍યુ છે. આ સાથે ભાવનગરમાં કોરોનાથી કુલ મૃત્‍યુઆંક વધીને ૩૦૫ થયો છે. જ્‍યારે ભાવનગરમાં કોરોનાના એકટીવ દર્દીઓની સંખ્‍યા વધીને ૨૯૮૧એ પહોંચી છે. કોરોના દર્દીઓને માર્ગદર્શન માટે મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : જીલ્લામાં કોરોના કુલ ૨૫૧ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૮૩ અને શહેરમાં ૧૦૪, વાંકાનેર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૫ અને શહેરમાં ૭, હળવદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૭ અને શહેરમાં ૧૨, ટંકારા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૨૬ અને માળિયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૭ કેસ પોઝીટીવ નોંધાયા છે જેથી એક્‍ટીવ કેસનો આંક ૧૩૮૬ પર પહોચ્‍યો છે તો વધુ ૩૮ દર્દીઓ કોરોનાને મ્‍હાત આપી છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્‍છમાં વધુ ૨૦૬ કેસ સાથે કોરોનાનો ફફડાટ ચાલુ જ છે. જાન્‍યુઆરીના ૨૧ દિવસનો કુલ દર્દીઓનો આંક ૨૩૧૪ થઈ ગયો છે. આ ત્રીજી લહેરમાં કચ્‍છના બે મુખ્‍ય શહેરો ભુજ અને ગાંધીધામ હોટસ્‍પોટ છે. કુલ ૧૦ તાલુકાઓ પૈકી લખપત, અબડાસા અને રાપર તાલુકામાં કોરોના નું સંક્રમણ સાવ નહિવત છે. જોકે, આ વખતે દર્દીઓનો રિકવરી રેટ ઊંચો છે. જાન્‍યુઆરીમાં ૨૩૧૪ દર્દીઓ સામે અડધા દર્દીઓ ૧૧૧૯ સાજા થઈ ગયા છે. એની સાથે હવે આરોગ્‍ય તંત્રએ હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓ વિશે માહિતી આપવાનું બંધ કર્યું છે. તો, ગ્રામીણ વિસ્‍તારના ગામોનું નામ પણ આપવાનું બંધ કરી દેવાયુ છે.

 

(10:57 am IST)