Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મોરબીમાં રસીનો ડોઝ લેવા ના ગયા હોય તો ય સર્ટીફીકેટ આવી જાય, છબરડો કે કોભાંડ ?

અગાઉ પણ આવા કિસ્સા બન્યા ત્યારે આરોગ્ય અધિકારીએ તપાસના ગાણા ગાયા.

મોરબી જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ મહા અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે આરોગ્ય તંત્રનો તમામ સ્ટાફ પૂરી નિષ્ઠાથી રસીકરણ અભિયાનમાં કાર્ય કરીને નાગરિકોને રસીનો ડોઝ આપી રહ્યા છે જોકે કેટલાક નાગરિકોને રસીનો ડોઝ ના લેવા છતાં સર્ટીફીકેટ ઇસ્યુ થઇ રહ્યા હોય જેથી આ ટેકનીકલ ખામી અને છબરડો છે કે પછી મસમોટું કોભાંડ તેવી ચર્ચા જોવા મળી રહી છે
મોરબી જીલ્લાનું આરોગ્ય તંત્ર કોરોના મહામારીમાં સારી કામગીરી કરી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ રસીકરણ અભિયાનમાં યોગદાન આપી રહ્યા છે જોકે રસીકરણ અભિયાન સાથે વિવાદ પણ જોવા મળે છે જેમાં રસીનો ડોઝ ના લીધો હોય છતાં પણ વેક્સીન ડોઝ લીધાના સર્ટીફીકેટ ઇસ્યુ થઇ રહ્યા છે
અગાઉ મોરબીમાં મૃતકને કોરોના રસીનો બીજો ડોઝ આપી  દીધાના બનાવો સામે આવ્યા હતા તો ગઈકાલે આવો વધુ એક કિસ્સો બન્યો છે જેમાં મોરબીના રહેવાસી ઠક્કર ધારાબેન મેહુલભાઈ નામના મહિલા રસીનો બીજો ડોઝ લીધોં નથી છતાં સર્ટીફીકેટ ઈશ્યુ કરી દેવાયું છે તા. ૨૦ જાન્યુઆરીના રોજ ઓમ શાંતિ સ્કૂલ મોરબી ખાતે રસીનો બીજો ડોઝ લીધાનું સર્ટીફીકેટ ઈશ્યુ થયું  છે અગાઉ આવા કિસ્સાઓને પગલે આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા ટેકનીકલ ખામી છે કે અન્ય કાઈ તેની તપાસ કરવાનું જણાવ્યું હતું જોકે તપાસ ક્યાં સુધી પહોંચી તે ક્યારેય બહાર આવ્યું જ નથી તેમજ સ્ટાફની કોઈ બેદરકારી હોય તો પગલા લેવાયા નું પણ ધ્યાનમાં આવ્યું નથી.

(11:03 am IST)