Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મોરબીની મુખ્ય પોસ્ટઓફીસ ખાતે સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાશે.

મોરબીના પરાબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે તા ૨૪ ને સોમવારે સવારે ૯ કલાકથી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
જે કેમ્પમાં ૦ થી ૧૦ વર્ષ સુધીની કન્યાનું ખાતું ખોલી આપવામાં આવશે જે ખાતું ખોલવા માટે જન્મ તારીખનો દાખલો, વાલીનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટોગ્રાફ્સ સાથે લાવવા જણાવ્યું છે યોજના હેઠળના ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવશે જેનો લાભ લેવા જણાવ્યું છે.

(11:05 am IST)