Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ટંકારાની લજાઈ ચોકડી નજીક ગોડાઉન અને ગાડીમાંથી ૩૬૪૮ બોટલ દારૂ ઝડપાયો

રાજકોટ પોલીસ ફરાર આરોપીને ઝડપી લેવા આવી રેડ કરી તો દારૂના જથ્થા સાથે ત્રણ આરોપી ઝડપાયા.

ટંકારા પોલીસ ટીમે લજાઈ ચોકડી નજીક ગોડાઉનમાં દરોડો કર્યો હતો જેમાં ગોડાઉનમાંથી તેમજ કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬૪૮ બોટલ મળી આવતા પોલીસે ૧૩.૬૮ લાખની કિમતનો દારૂ અને બોલેરો કાર સહીત ૧૭.૨૪ લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી લીધા છે
જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન રાજકોટ શહેર ડીસીબી શાખાની ટીમ જલાઈ ચોકડી ખાતે નાસતા ફરતા આરોપીની તપાસમાં આવી હોય જેથી લજાઈ ચોકડી નજીકના ગોડાઉનમાં બાતમીને આધારે રેડ કરી હતી જેમાં ગોડાઉન અને બોલેરો કાર જીજે ૦૩ બીડબલ્યુ ૧૬૧૯ માં રહેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૪૮ મળી આવતા દારૂનો જથ્થો કીમત રૂ ૧૩,૬૮,૦૦૦ અને બોલેરો કાર ૩,૫૦,૦૦૦ તેમજ ૦૩ મોબાઈલ કીમત રૂ ૬૦૦૦ મળીને કલ ૧,૭૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે
અને રેડ દરમિયાન આરોપીઓ દિનેશ શાંતિલાલ મીણા રહે રાજસ્થાન, શંભુલાલ પદમસિંગ મીણા રહે હાલ લજાઈ ટંકારા મૂળ રાજસ્થાન અને દુર્જનસિંગ પદમસિંગ સિસોદિયા રહે વાંકાનેર મૂળ રાજસ્થાન એમ ત્રણ ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે
જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ એસ એમ રાણા, વિજયભાઈ બાર, હિતેશભાઈ ચાવડા, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજકોટ શહેર ડીસીબી સ્ટાફના ક્રિપાલસિંહ નરપતસિંહ, સુભાષભાઈ સોંડાભાઈ, દેવાભાઈ જાદવજીભાઈ, મૈસુર સાદુળભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:54 pm IST)