Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

નાની કડીમાં હોસ્ટેલ ભવનના મકાનનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો :મોરબીના સન હાર્ટ ગ્રુપે ૧૧ લાખનું ડોનેશન આપ્યું.

 

મોરબી :  શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ, નાની કડીમાં હોસ્ટેલ ભવનના નવીન મકાનનો ખાતમુર્હત સમારોહ યોજાયો હતો
૩૮ વર્ષથી કન્યા કેળવણી માટે શિક્ષણ ક્ષેત્રે અવિરત કાર્ય કરતી સંસ્થા સત્તાવીસ સમાજ પ્રેરિત શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ, નાની કડી ખાતે હાલ વિવિધ જીલ્લાની ૧૩૦૦ જેટલી દીકરીઓ છાત્રા વાસમાં રહીને અભ્યાસ કરે છે ત્યારે હોસ્ટેલ ભવનના ખાતમુર્હત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદાર ધામ પ્રમુખ ગગજીભાઇ સુતરીયા, સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ત્યારે મોરબી સન હાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ સંસ્થાને ૧૧ લાખનું ડોનેશન જાહેર કર્યું છે અને સંસ્થાને અનુદાન આપી શિક્ષણના સેવાકાર્યમાં તેઓ સહભાગી બન્યા હતા

(11:10 am IST)