Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

શેરડીનો ટન દીઠ ૨૩૦૦નો ભાવ મળશેઃ ગીર સોમનાથ જીલ્લામાં ૨૪૦ ગોળના રાબડા

કોડીનાર, તા.૨૨: ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને શેરડીના ટન દીઠ રૂપિયા ૨૩૦૦ નો ભાવ ગોળના રાબડા વાળા ઓ દ્વારા આપવામાં આવશે એવું પ્રાચી ખાતેનીᅠ ગીર સોમનાથ જિલ્લા રાબડા એસોસીએશનની મળેલી એક બેઠકમાં નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે તાલાળા કોડીનાર ઉના સુત્રાપાડા ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામડાઓમાં અંદાજે કુલ ૨૪૦ જેટલા ગોળ ના રાબડા ધમધમી રહ્યા છે આ રાબડાઓ દ્વારા અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના શેરડીના ઉત્‍પાદનમાં થી ૫૦% શેરડીનું પિલાણ કરી નાખ્‍યું છે

ગીર-સોમનાથ જિલ્લાની ત્રણ મોટી સુગર ફેકટરીઓ છેલ્લા કેટલાક વર્ષથી બંધ પડેલી છે અને ગીર-સોમનાથ જિલ્લામાં શેરડીનું મોટાપ્રમાણમાં ઉત્‍પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય આ શેરડી ના ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળતા ન હતા ત્‍યારે ગીર સોમનાથ જિલ્લા રાબડા એસોસિયેશનની પ્રાચી ખાતે મળેલી એક બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ રાબડા ઓ દ્વારા ખેડૂતોને રૂપિયા ૨૩૦૦ ટન દીઠ આપવાનું નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી અને આ રકમ પણ ખેડૂતોને એક જ અઠવાડિયામાં ચુકવી આપવાનું રાબડા સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવ્‍યાનું ગીર સોમનાથ જિલ્લા રાબડા એસોસિયેશનના પ્રમુખ બાલુભાઈ જેમાભાઈ ગોહિલે જણાવ્‍યું છે.

(11:38 am IST)