Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ચોટીલાના કાળાસર ગામે સહીયારા કુવામાંથી પાણી વાળવા પરિવારના બે જુથ વચ્‍ચે મારામારીઃ પ ને ઇજા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૨: ચોટીલાના કાળાસર ગામે વાડીના સહીયારા કુવા માંથી પાણી વાળવા સાબળીયા પરીવારના જ એક જુથે બીજા જુથ સાથે ઝગડો કરી પાઇપ, ધોકા વડે હુમલો કરતા મહિલા સહિતનાને નાની મોટી ઇજા પહોંચ્‍યાનો બનાવ બનેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી મહિલા ગીતાબેન લાખા ભાઇ એ જણાવેલ છે કે પરીવારના ભાયુના સહિયારા કૂવા માંથી વાડીમા વાવેતરમાં અમારો પાણીનો વારો હતો તેમ છતા બે અઠવાડીયા થી મોટા સસરાના પરીવારજનો તેમજ અન્‍ય ભાઇઓ અમને પાણી પાવાᅠ વારો આપતા નહી, બે દિવસથી વિખવાદ કુટુંબ મા ચાલતો હતો ગુરૂવારનાંᅠ ᅠલધાભાઇ, ગોવાભાઇ, લાલાભાઇ સહિતના ફરીના પતિ લાખા ભાઇ સાથે બોલાચાલી કરતા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા ગાળો બોલવાની ના પાડતા ફરીયાદી ને માથામા લોખંડનો પાઇપ મારતા માથાના ભાગે ઇજા પોહચેલ તેમજ તેમના પુત્ર, પતિ સહિતનાને નાની મોટી ઇજા પહોંચાડી છે.

ચોટીલા પોલીસે મહિલાની ફરીયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરેલ છે.

(11:46 am IST)