Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ઉના પોલીસે ૨ વાહનોમાં લઈ જવાતો ૩૫૮૨ બોટલ દારૂ તથા ૯૪૭ ટીન બીયર સાથે ૩ શખ્‍સો ઝડપાયા

દારૂ-બીયર, બોલેરો પીકવાન તથા કાર, મોબાઈલ સહિત ૬.૮૮ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૨ :. પોલીસે બોલેરો પીક વાન તથા મોટર કાર મળી બે વાહનોમાં લઈ જવાતો ૩૫૮૨ બોટલ ઈંગ્‍લીશ દારૂ ૯૪૭ ટીન બીયર સાથે ૩ આરોપી પકડી પાડી કુલ ૬ લાખ ૮૮ હજાર ૭૦૦નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી તથા એએસપી ઓમપ્રકાશ જાટની સૂચનાથી ઉના તાલુકા ઉના પોલીસ ઈન્‍સ. વિજયસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસના પીએસઆઈ હરદીપસિંહ વનરાજસિંહ ચુડાસમા, સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. અરવિંદભાઈ પરષોતમભાઈ જાની તથા સ્‍ટાફે દિવથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા ઉનાના આમોદ્રા નાડેજ જતા રોડ ઉપર વાહન ચેક કરતા હતા ત્‍યારે બોલેરો પીકઅપ વાન નં. જીજે ૦૧ ડીજેસી ૫૩૫૪ને રોકાવતા ચાલક પોલીસને જોઈ બોલેરો રેઢી મુકી નાસી ગયો હતો અને તેમા બેઠેલ (૧) વનરાજસિંહ કરશનભાઈ ગોહીલ દરબાર (ઉ.વ.૩૨) રે. મૂળ સનખડા હાલ સુરતવાળાને પકડી તપાસ કરતા બોલેરોમાં મચ્‍છીના કેરેટમાં છુપાવેલ પરપ્રાંતની વિવિધ બ્રાન્‍ડની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૩૫૧૩ રૂા. ૩ લાખ ૩૮,૩૦૦ તથા બીયર ટીન ૯૪૭ નંગ  ૮૪,૭૦૦ તેમજ બોલેરો પીકઅપ વાન રૂા. ૨ લાખ ૫૦ હજાર, મોબાઈલ ફોન-૧ મળી ૬ લાખ ૮૮ હજારનો મુદામાલ પકડી પાડી પૂછપરછ કરતા આ દારૂનો જથ્‍થો યોગેશભાઈ કરણાભાઈ રાઠોડ રે. સનખડાવાળા તથા ભરતસિંહ રાજાભાઈ પરમાર રહે. મોઠા તા. ઉના ભરાવી આપેલ હોય. બોલેરો ચાલકનું નામ આવડતુ નથી, જોઈએ ઓળખી બતાવશે. પોલીસે ૨૦૨૨નો સૌથી વધુ રકમનો અને સૌથી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપવામા પોલીસ ઈન્‍સ. વિજયસિંહ ચૌધરી તથા પીએસઆઈ એચ.વી. ચુડાસમાએ ડી. સ્‍ટાફની મદદથી સફળતા મેળવી છે.

(11:49 am IST)