Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જેતપુર નજીક પીકઅપ ટેમ્‍પોમાં ૧૧પપ લીટર દેશી દારૂ સાથે શખ્‍સ પકડાયો

જેતપુર તાલુકા પોલીસનો દરોડોઃ સાંગા મોરીની ધરપકડ

જેતલસર  તા. રર : જેતપુર તાલુકા પોલીસ મથકના એએસઆઇ ભુરાભાઇ માલીવાળને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પરથી એક ટેમ્‍પોને રોકી તેની તપાસ કરતાં  તેમાંથી આશરે ૧૧પપ લીટર દેશી દારૂ મળી આવ્‍યો હતો. વધુ તપાસમાં ખુલ્‍યું હતું કે દારૂ ગોવિંદ નારણભાઇ મોરી ઉર્ફે અબલુ (રહે. જુનાગઢ) નો હતો. અને તેની સંપૂર્ણ હેરાફેરી તેનો મિત્ર સાંગા લક્ષ્મણ મોરી કરતો હતો. સમગ્ર માલ જપ્ત કરી તાલુકા પોલીસ સ્‍ટેશને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી જેતપુર તાલુકા પી. આઇ. ટી. બી. જાની, એ. એસ. આઇ. ભુરાભાઇ માલવાળા, રાજૂભાઇ મકવાણા, અને ચેતનભાઇ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. તસ્‍વીર. કુલદીપ જોશી (જેતલસર)

(12:03 pm IST)