Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વંથલી પોલીસ સ્‍ટેશનમાં ડો. આંબેડકરની છબી ઉતારાયા અંગેના વિડીયો બાબતે સ્‍પષ્‍ટતા

જૂનાગઢ, તા. ૨૨ :. તાજેતરમાં વંથલી સબ ઈન્‍સ.ની ચેમ્‍બરમાં રહેલ ડો. ભીમરાવ આંબેડકરનો ફોટો ઉતારવા બાબતનો મેસેજ સોશીયલ મીડીયામાં અમુક વ્‍યકિતઓ દ્વારા હકીકતથી વિપરીત રીતે દર્શાવીને વાયરલ કરવામાં આવેલ. જે બાબતે સ્‍પષ્‍ટતા કરવામાં આવે છે કે, વંથલી પોલીસ સ્‍ટેશન ખાતે રીનોવેશનની કામગીરી ચાલુ હતી જે દરમ્‍યાન ડો. સાહેબનો ફોટો રીનોવેશનની કામગીરી કરવા માટે ઉતારવામાં આવેલ હતો અને ત્‍યાર બાદ શરતચૂકથી ક્‍યાંક મુકાઈ ગયેલ હતો. સદરહુ બાબતે પોલીસની કાયદેસરની કામગીરીથી નારાજ થઈ વિઘ્‍નસંતોષી માણસો દ્વારા પોતાનો ચોક્કસ ઈરાદો પાર પાડવા લાભ લઈ હકીકતને ખોટી રીતે રજૂ કરી અફવાઓ ફેલાવી સમાજમાં ગેરસમજ ઉભી કરેલ છે તેમ છતા આ બાબતે કોઈપણ વ્‍યકિતને પોલીસ વિરૂદ્ધની કોઈપણ રજૂઆત હોય તો પોલીસ અધિક્ષક જૂનાગઢ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જૂનાગઢ વિભાગનાઓને કરી શકે છે. તેમજ તમામ વ્‍યકિતઓને આ બાબતે સોશીયલ મીડીયામાં ફરતા અમુક તથ્‍યહિન અને ગેરમાર્ગે દોરનારા મેસેજો અન્‍ય કોઈને ફોરવર્ડ કરવા નહી અને આવા ભ્રામક મેસેજોથી દૂર રહેવા અપીલ છે.  તેમ છતા જો આ બાબતે કોઈપણ વ્‍યકિત દ્વારા ગેરકાયદેસર રીતે ધરણા/પ્રદર્શન દ્વારા અથવા ખોટી અફવાઓ ફેલાવી અન્‍ય લોકોમાં ગેરસમજ ઉભી કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્‍ન કરાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જે.બી. ગઢવી (નાયબ પોલીસ અધિક્ષક કેશોદ વિભાગ)એ એક યાદીમાં જણાવ્‍યુ છે

 

(12:11 pm IST)