Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગરમાં ૪ કિલો ગાંજા સાથે વાઘેર ઝબ્‍બે

જામનગર, તા. ૨૨ :. ગુજરાત રાજ્‍યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરેલ હોય જે અનુસંધાને ઈ.ચા. પોલીસ અધિક્ષક નિતેષ પાન્‍ડેય દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ.
એસ.ઓ.જી.ના પોલીસ ઈન્‍સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન તથા સૂચના મુજબ પો.સ.ઈ. આર.વી. વીંછી તથા વી.કે. ગઢવીનાઓના નેતૃત્‍વવાળી ટીમના પોલીસ હેડ કોન્‍સ. અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્‍યામભાઈ ડેરવાળીયાને મળેલ હકીકત આધારે રેઈડ કરતા આરોપી ઈકબાલ ઉર્ફે રફીક લુખો મુસાભાઈ ચાવડા વાઘેર (ઉ.વ.૪૨) ધંધો-રી. ડ્રા. રહે. નવા રેલ્‍વે સ્‍ટેશન પાછળ એકડે એક બાપુની દરગાહ પાસે જામનગર ૪ કિલો ગાંજાના જથ્‍થા સાથે કુલ કિં. રૂા. ૪૭,૮૪૦ના મુદામાલ સાથે મળી આવતા મજકુર ઈસમ વિરૂદ્ધ સીટી ‘બી' ડીવી. પો.સ્‍ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્‍હો દાખલ કરાવેલ છે.


 

(12:12 pm IST)