Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કાલાવાડના મુસાફરનો થેલો શોધી કાઢતી જુનાગઢ પોલીસ

જુનાગઢ, તા. રર : વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ કપડા સહીતના રૂ. ૪,૦૦૦/-ની કીંમતનો થેલો જૂનાગઢ પોલીસ દ્વારા શોધી કાઢેલ છે.

ભૂમીરાજસીંહ જયુભા જાડેજા કાલાવાડ ખાતે રહેતા હોય અને તા. ૨૦/૦૧/૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે આવેલ હોય, તેમના કપડા, ઇલે. ગેઝેટ્‍સ, ડોકયુમેન્‍ટ સહીત કુલ રૂ. ૪,૦૦૦/-ની કીંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. અશોકભાઇ રામ, સોમાતસિંહ કાગડા, પાયલબેન વકાતર, એન્‍જી. પાયલબેન સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ભૂમીરાજસીંહ જે સ્‍થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફૂટેજ ચેક કરતા ભૂમીરાજસીંહ પી.ટી.સી. ગ્રાઉન્‍ડ થી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા ઉપરકોટ સુધી ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ઘ્‍ખ્‍પ્‍ચ્‍ય્‍ખ્‍માં નજરે પડેલ. ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ઘ્‍ખ્‍પ્‍ચ્‍ય્‍ખ્‍માં ભૂમી રાજસીંહ ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનુ ધ્‍યાને આવેલ. ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર ઞ્‍થ્‍ ૦૬ ખ્‍શ્‍ ૭૮૮૩ શોધી કાઢવામાં આવેલ.

તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક નોરડા હનીફભાઇ કાસમભાઇ હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને નેત્રમ શાખા દ્વારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્‍જર સામાન ભુલી ગયાનુ ધ્‍યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે? તે તેમને માલુમ ના હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા ભૂમીરાજસીંહ નો રૂ. ૪,૦૦૦/-ની કિંમતનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ભૂમીરાજસીંહે જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:14 pm IST)