Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વિસાવદર સરકારી હોસ્‍પિટલ બિલ્‍ડીંગનો ઉપલો માળ હાયરસેફટીના ઓઠા તળે બંધ : અપુરતી જગ્‍યામાં ખદબદતા દર્દીઓ-તબીબો-સ્‍ટાફ : સંક્રમણ ફેલાવાનો જબરો ભય : ધારાસભ્‍ય દોડી ગયા

(યાસીન બ્‍લોચ દ્રારા) વિસાવદર તા.૨૨: વિસાવદર સરકારી હોસ્‍પિટલ બિલ્‍ડીંગનો ઉપલો માળ હાયરસેફટીનાં ઓઠા તળે બંધ કરાતા અપુરતી જગ્‍યાનાં પરિણામે દર્દીઓ-તબીબો-સ્‍ટાફ એકબીજાને ભટકાય એ રીતે ખદબદી રહ્યા છે અને વર્તમાન કોરોનાકાળમાં સૌના માટે હોસ્‍પિટલની મુલાકાત જ આરોગ્‍ય સામે ખતરો પુરવાર થવાની જબરી દહેશત ઉભી થઇ હોય,આ બાબત ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાનાં ધ્‍યાને આવતા તાબડતોબ હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા અને સ્‍થળ નિરીક્ષણ કરી અને હોસ્‍પિટલનાં અધિક્ષક-તબીબો-સ્‍ટાફ સાથે બેઠક કરી સઘળી વિગતોથી માહિતગાર થઇ ત્‍યાંથી જ અધિકારીઓ-પદાધિકારિઓને ભારપૂર્વક  ટેલિફોનિક રજુઆત કરી આ પ્ર‘નો ત્‍વરિત વ્‍યવહારૂ ઉકેલ લાવવા માંગણી કરી હતી.

વિસાવદર ઘ્‍ણ્‍ઘ્‍ માં કોરોનાના અને ફાયર સેફટીના કારણે બંધ કરાયેલ રૂમો હવે તો ખોલો તેવી  ધારાસભ્‍ય રિબડીયાએ માંગ કરી છે.

વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર માં આવેલ પ્રથમ માળ કોરોનાના કારણે તથા ફાયર સેફટીના કારણે બંધ કરી દેવામાં આવેલ છે અને તેના કારણે ઉપરના માળમાં બેસતા આરોગ્‍ય વિભાગના તમામ કર્મચારીઓને ગ્રાઉન્‍ડ ફ્‌લોરમાં આવેલ બિલ્‍ડિંગમાં બેસવું પડતું હોય જ્‍યાં પહેલાથી ખુબજ ઓછી જગ્‍યા હોય લોકોને ખુબજ અગવડતાં પડતી હોય તેવું વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદ રિબડીયાએ  દવાખાનાની મુલાકાત લેતા માલુમ પડતા તાત્‍કાલીક આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ,કલેકટર જુનાગઢ સહિતનાંને લેખીત જાણ કરી વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગ્રાઉન્‍ડ ફ્‌લોરની ફાયર સેફટીની મંજૂરી આપવામાં આવેલ છે તેવી જ રીતે તાત્‍કાલિક હાલની મહામારીમાં લોકોને પડતી અગવડતા દયાને લઈ પી.આઈ.યુ જુનાગઢના અધિકારી ઓને રૂબરૂ બોલાવી  તાત્‍કાલિક ફાયર સેફટીના સાધનો ફસ્‍ટ ફ્‌લોર ઉપર ફિટ કરી ફસ્‍ટ ફ્‌લોરનો તાત્‍કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવા માંગણી કરેલ છે તેમજ હાલ હોસ્‍પિટલ ગ્રાઉન્‍ડમાં ફેરવવામાં આવેલ હોય અને ડોકટરો ત્‍યાં જ સારવાર આપી રહ્યા હોવાનું ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાએ જણાવ્‍યું છે.સરકારી હોસ્‍પિટલમાં આવી ને આવી ગીચતા વચ્‍ચે કામ કરાશે તો વધુમાં દર્દીઓ-તબીબો-સ્‍ટાફ અને હોસ્‍પિટલની મુલાકાત લેતા દર્દીઓના સગા-સબંધીઓ પણ સંક્રમિત બનશે તેવો ગંભીર ભય ફેલાઇ રહ્યો હોય,હોસ્‍પિટલ બિલ્‍ડીંગનો ઉપલો માળ પણ ત્‍વરિત ખોલી નાખવા નિયમોનુસાર વ્‍યવહારૂ ઉકેલની ધારાસભ્‍ય રિબડીયાએ માંગણી કરી છે

(1:24 pm IST)