Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ભવનાથના ૩૯ આશ્રમોના સંચાલકોને દબાણ અંગેની નોટીસ

 

જુનાગઢઃ ભવનાથ એટલે હિંદુઓની આસ્‍થાનું કેન્‍દ્ર બિંદુ ભવનાથમાં હિન્‍દુધર્મના અનેક અસંખ્‍ય આશ્રમમાં આવેલા છે તે પૈકીના હિન્‍દુઓના ૩૯ આશ્રમોને મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ આશ્રમના સંચાલકોને આધાર પુરાવા રજુ કરવા અંગે જણાવેલ દરેક આશ્રમના સાધુ-સંતો-મહંતો સંચાલકોને  વ્‍યક્‍તિગત રીતે બોલાવવામાં આવેલ બાદમાં તમામ આશ્રમના સંતો એકત્રિત થઈ રજૂઆત કરેલ છેલ્લા ૬૦/૭૦ વર્ષથી આશ્રમ ચલાવીએ છીએ તે અંગે ના આધાર પુરાવા રજુ કરેલ આ તકે સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ શહેર મહામંત્રી તથા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના આશિષભાઈ રાવલ વિશ્વ હિન્‍દુ પરિષદના મહામંત્રી હિરેનભાઈ રૂપરેલીયા,યુવા સમસ્‍ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લા ના મહામંત્રી રવિભાઈ ઠાકર સમસ્‍ત બ્રહ્મસમાજ જૂનાગઢ શહેરના ઉપપ્રમુખ  કિશોરભાઈ ખંભાળિયા સંતો એ તમામ ૩૯ આશ્રમો ના સાધુ સંતો ને ટેકો આપેલ અને મળી અને ૩૯ આશ્રમોને રેગ્‍યુલરાઈઝડ કરી આપવા અંગે વિનંતી સાથે રજૂઆત કરવામાં આવેલ.

(1:25 pm IST)