Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જેતપુર બ્રહ્મસમાજનું ગૌરવઃ નાયબ મામલતદાર નીખિલભાઇ મહેતા જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ

જેતપુર તા. રર :.. જાહેર સેવા આયોગ દ્વારા મામલતદારની પોસ્‍ટ માટે ડાયરેકટ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું જેમાં સમગ્ર નાયબ મામલતદાર પરીક્ષા આપી શકે તેમજ રેવન્‍યુને લગતા કાયદાના પેપર હોય છે. ૪પ૦ જેટલાં નાયબ મામલતદારોએ પરીક્ષા આપેલ જેમાંથી ફકત પ૬ ના. મામલતદાર પરીક્ષામાં પાસ થયા અને તેમના ઇન્‍ટરવ્‍યુ લેવાયા અને તેનું રિઝલ્‍ટ જાહેર થયું જેમાં રાજકોટ જિલ્લાના સર્કલ ઓફીસર નીખિલભાઇ મહેતા સમગ્ર  રાજયમાં પ્રથમ ક્રમે પાસ થયેલ. મહત્‍વની વાત એ છે જે ર ક્રમે આવનારને નીખિલભાઇ કરતા ર૩ માર્ક ઓછા આવેલ. નીખિલભાઇ મહેતાને જેતપુર સમસ્‍ત બ્રહ્મ સમાજની ટીમ દ્વારા શુભકામના પાઠવેલ છે. (પ-૧૮)

(1:30 pm IST)