Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પોરબંદર ડબલ મર્ડરનો વધુ એક આરોપી હિતેશ રામા ઝડપાયોઃ હજુ ૭ આરોપીઓ ફરાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર : મકરસંક્રાતિની રાત્રીના ચુંટણીના મનદુઃખથી ફાયરીંગમાં ડબલ મર્ડર થયેલ તેનો વધુ એક આરોપી હિતેશ રામાને એલસીબીએ પકડીને કાર્યવાહી કરી છે.
શહેરના શહીદ વીર ભનુનની ખાંભી પાસે મકરસંક્રાતીની રાત્રે થયેલ ડબલ મર્ડરમાં પોલીસે મુખ્‍ય આરોપી અરભમ લખમણ, ભના નેભા તથા ધ્રુવ ઉર્ફે ધીરેનને પકડીને કોર્ટમાંથી સાત દિવસની રીમાન્‍ડ મેળવી હતી અને રિમાન્‍ડ પુર્ણ થતા ત્રણેયને જેલ હવાલે કરેલ છે.
આ ડબલ મર્ડરમાં કુલ ૧૧ આરોપી સામે પોલીસે ફરીયાદ થઇ છે આ ૧૧ આરોપીઓમાંથી ત્રણ આરોપી પકડાયા બાદ વધુ એક આરોપી હિતેશ રામાને એલસીબીએ પકડી પાડયો છ.ે ડબલ મર્ડરમાં હજુ ફરાર રહેલા ૭ આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

 

(1:33 pm IST)