Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પોરબંદરમાં કોરોનાના વધુ ૫૬ કેસો

૧૨ દર્દીઓ કોરોના સારવારમાંથી સાજાઃ ૨૯૬ એકટીવ કેસો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૨ :. ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૫૬ પોઝીટીવ કેસો આવ્‍યા છે. સિવિલ હોસ્‍પીટલમાં કોરોનાની સારવારમાં રહેલ ૧૨ દર્દીઓ સાજા થઈ જતા હોસ્‍પીટલમાંથી રજા અપાઈ છે.
ગઈકાલે ૧૪૪૫ વ્‍યકિતઓના કોરોના ટેસ્‍ટ કરાયા હતા. જેમાંથી ૫૬ વ્‍યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્‍યા છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્‍યા ૩૭૨૭ પહોંચી છે. જિલ્લામાં વર્તમાન સ્‍થિતિએ કોરોનાના કુલ ૨૯૬ કેસો એકટીવ છે.

 

(1:34 pm IST)