Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પોરબંદર ઝુરીબાગ વિસ્‍તારમાં વિનામુલ્‍યે ઇ-શ્રમ કાર્ડના કેમ્‍પનો આજે છેલ્લો દિવસ

બપોર પછી શરૂ થતો કેમ્‍પ રાત્રીના ૯.૩૦ વાગ્‍યા સુધી ચાલશે

પોરબંદર, તા., ૨૨:  રાષ્‍ટ્ર શક્‍તિ ગળપ દ્વારા છેલ્લા ચાર દિવસથી દરરોજ પોરબંદર શહેરના ઝુરીબાગ વિસ્‍તારમાં શેરી નં.૩ મા આવેલા મામા દેવ મંદિર પાસે, પોરબંદર ખાતે નિઃશુલ્‍ક ઇ-નિમા ર્ણ કાર્ડ  અને ઇ-શ્રમ કાડ  બનાવવા માટેના કેમ્‍પનુ આયોજન કરવામાં આવેલ છે દરરોજ બપોર પછી ૩=૩૦ થી રાત્રે  ૯=૩૦ વાગ્‍યે સુધીના સમય દરમ્‍યાન બહોળી સંખ્‍યામાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા જરૂરીયાતમંદ લોકોને ઇ-શ્રમ કાર્ડ  અને ઇ-નિમા ણ કાડ  બનાવી આપવામાં આવે છે                                                                                                                                                                                             
 બાંધકામ ક્ષેત્રમા પાયો ખોદવા માટે, ચણતર , પ્‍લાસ્‍ટર, લાદિકામ, વોલ ટાઇલ્‍સનું કામ, પાણીની લાઇન ફીટીંગ કામ (પ્‍લંમ્‍બલર), ઈલેક્‍ટ્રીક ફીટીંગ કામ , બારી દરવાજા બનાવવાનુ કામ, કલર કામ, સોલાર પેનલ લગાવવાનુ કામ તથા અન્‍ય મજુરી કામ કારતા શ્રમજીવીઓને બહોળી સંખ્‍યામાં નિઃશુલ્‍ક ઇ-નિર્માણ કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ  બનાવી આપવામાં આવ્‍યા છે                                                                          
ઉપરોક્‍ત કેમ્‍પને સફળ બનાવવા માટે  વિનેશભાઇ મકવાણા,  પરીમલભાઇ મકવાણા, અને નિહારભાઇ ઠુંમ્‍મર દ્રારા  જહેમત ઉઠાવવામાં આવી હતી. આ  કેમ્‍પ આજે તા. ૨૨  ચાલુ જ રાખવામાં આવેલ છે તેમ યાદીમાં જણાવેલ છે.

 

(1:34 pm IST)