Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

અમરેલી - જીલ્લામાં કોરોના કેસમાં વધારોઃ જાહેરનામા ભંગની કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: અમરેલી કોરોનાનું એપી સેન્‍ટર બની રહયુ છે અને જિલ્લામાં સૌથી વઘુ કેસ અમરેલી શહેરમાં અમરેલી જિલ્લામાં કોરોનાનો વ્‍યાપ વઘતો હોય તેમ શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ કેસ નોંઘાયા છે અને એ સાથે જ જિલ્લામાં કોરોનાનાં એક્‍ટીવ કેસની સંખ્‍યા ૪૧૨ થઇ છે. શુક્રવારે અમરેલીમાં ૭૨, લાઠીમાં ૨૪, ઘારીમાં ૧૧, જાફરાબાદમાં ૭, રાજુલામાં ૬, ખાંભામાં ૫, સાવરકુંડલા અને લીલીયામાં ૩, કુંકાવાવ, બગસરામાં ૨ કેસ નોંઘાયા છે. તેમ જિલ્લા આરોગ્‍ય તંત્રએ જણાવ્‍યુ છે.
જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના મહામારી વિકરાળ સ્‍વરૂપ ઘારણ કરતી જાય છે ત્‍યારે પણ લોકો પોતાની કાળજી વગર માસ્‍ક કે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનું પાલન નહિં કરતા પોલીસ દ્વારા કાર્યવાહીનો દોર શરૂ રાખવામાં આવેલ છે લાઠીમાં માલદે વાશીંગભાઇ ભુવા, દામનગરના સુવાગઢમાં ભુપત લક્ષ્મણભાઇ ડાભી, મોટી કુકાવાવમાં રવિ રમેશભાઇ ડાબસરા, જાફરાબાદમાં શેલેૈષ જીતેનભાઇ ભાલીયા, લીલીયાના પુંજાપાદરમાં અરવિંદ ભોળાભાઇ વેકરીયા માસ્‍ક વગર આંટાફેરા કરતા પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ઘરી હતી.
ફરિયાદ
અમરેલી, જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે રહેતા અરજણભાઇ જગુભાઇ ભાલીયા ઉ.વ.૩૬ની દુકાને છગન નથુભાઇ મકવાણાએ માવા લઇ વગર વાંકે ગાળો બોલી કાઠલો પકડી બે ત્રણ જાપટ માર્યાની જાફરાબાદ પોલીસ મથકમાંફરિયાદ નોંઘાવી છે.
દારૂ
અમરેલી, અમરેલી જિલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્‍તનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા નિર્લીપ્‍ત રાય દ્વારા માર્ગદર્શન અને સુચના આપતા દામનગરમાં લોકરક્ષક અર્જુનભાઇ રોજીયાએ ઇગ્‍લિશ દારૂ સાત બોટલ, ડીસ્‍કકવર બાઇક મળી રૂા.૨૦,૮૪૦ ના મુદામાલ સાથે રવિ વિનુભાઇ ભાસ્‍કરના રહેણાંક મકાનમાંથી કમ્‍જે કરેલ અને રેઇડ દરમિયાન રવિ વિનુભાઇ ભાસ્‍કર અને અર્જુન ઉર્ફે કુમારભાઇ રાઠોડ મળી આવેલ નહિં જયારે મરીન પીપાવાવના રામપરા- ૨ ગામે પો.કોન્‍સ.અજયભાઇ વાઘેલાએ અજય દિલુભાઇ કોટીલાને ફોરવ્‍હિલ જીજે ૦૬ ડીજી ૨૨૨૮માં જુદી જુદા બ્રાંડની ૬૧ બોટલ ઇગ્‍લિશ દારૂ મળી કુલરૂા.૧,૬૧,૭૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડેલ હતો.

 

(1:37 pm IST)