Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જૂનાગઢના બગડુ ગામે રાત્રે એગ્રોના ગોડાઉનમાં આગ લાગી

અઢી કલાકે આગ કાબુમાં આવીઃ જંતુનાશક દવા, ખેત ઉપયોગી સાધનો સ્‍વાહા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૨ :. જૂનાગઢના બગડુ ગામે રાત્રે એગ્રોના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અથાગ જહેમતના અંતે અઢી કલાકે આગ કાબુમા આવી હતી.
જૂનાગઢ તાલુકાના બગડુ ગામે આવેલ સરદાર એગ્રોના ગોડાઉનમાં રાત્રે ઓચિંતી આગ ભભુકી ઉઠી હતી. આ અંગે રાત્રે ૧૦ વાગ્‍યે જૂનાગઢ મનપાના ફાયર બ્રિગેડને જાણ થતા અત્રેથી મુળુભાઈ ભારાઈ, મિતુલ મહેતા, વિમલ ધામેચા અને પ્રદીપ ડોડીયા વગેરે દોડી ગયા હતા.
સતત અઢી કલાક પાણીનો મારો ચલાવ્‍યા બાદ આગ કાબુમાં આવી હતી. આ ઘટનાથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ જંતુનાશક દવાનો જથ્‍થો તેમજ ખેત ઉપયોગી સાધનો સ્‍વાહા થઈ ગયા હતા.

 

(1:54 pm IST)