Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગરમાં માનસીક બીમારીથી ટ્રેન હેઠળ પડતુ મુકયુઃ બિમારીથી વૃધ્‍ધનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: અહીં શંકર ટેકરી, ગાંધીનગર, જામનગરમાં રહેતા નાનજીભાઈ ચનાભાઈ જાદવ, ઉ.વ.૪પ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧-૧-ર૦રરના આ કામે મરણજનાર રમેશભાઈ પ્રેમજીભાઈ જાદવ, ઉ.વ.૩૩, રે. શંકરટેકરી, ગાંધીનગર, જામનગરવાળા ને માનસીક રોગની બિમારી હોય જેના કારણે પોતાની જાતે પોતાની હાથે ટ્રેન સાથે અથડાઈ જતા મરણ થયેલ છે.અહીં સીટી પોલીસ લાઈન સામે રહેતા ઉર્વેશભાઈ હસમુખભાઈ ભુવા, ઉ.વ.૩૭ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧-૧-ર૦રરના આ કામે મરણજનાર ચંદુલાલ નાગજીભાઈ કાનાણી, ઉ.વ.૬૯, રે. પટેલ કોલોની-૯, જામનગરવાળા ને છેલ્લા છ મહિનાથી ફેફસાનું કેન્‍સર હોય તબીયત ખરાબ થતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલ ખાતે લઈ જતા ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
નાગેશ્‍વર નદીના પટમાં જુગાર રમતા છ ઝડપાયા
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ખીમાભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧-ર૦રરના નાગેશ્‍વર નદીના પટ જામનગરમાં આરોપીઓ મીલન છગનભાઈ ડોણાશીયા, જીગર ડાયાભાઈ શીયાળ, મહેશ મનસુખલાલ ડોણશીયા, વિજય સુખાભાઈ શીયાળ, સાગર મનસુખભાઈ ડોણાશીયા, સુનીલ રવજીભાઈ પરમાર, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦૪૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ખોડીયારનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોનસ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧-ર૦રરના ખોડીયારનગર, રામદેવપીરના મંદિર પાસે, જામનગરમાં આરોપીઓ રાયશી આલાભાઈ ગોજીયા, રાણછોડભાઈ કાનાભાઈ મકવાણા, રશીકભાઈ સુખાભાઈ તંબોલીયા, માલદેભાઈ પ્રેમજીભાઈ ચારોલા, પ્રવિણભાઈ તુલશીભાઈ માલકીયા, રે. જામનગરવાળા જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૭૪૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
દારૂની સાથે ઝડપાયો : એક ફરાર
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ ડાયાભાઈ કારણે એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧-ર૦રરના બાલાજીપાર્ક, યોગેશ્‍વર મહાદેવના મંદિર પાસે, જામનગરમાં આરોપી સાગરભાઈ જયસુખભાઈ નંદાણીયા, રે. જામનગરવાળો પોતાના કબ્‍જાના એકસેસ મોટરસાયકલમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- તથા એકસેસ મોટરસાયકલ જેની કિંમત રૂ.૭૦,૦૦૦/- તથા એક વી.વો.કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૦,પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી ભરતભાઈ રામભાઈ મોઢવાડીયાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુરમાં દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર
લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧-ર૦રરના ઘંઉના ગોડાઉન પાસે, લાલપુરમાં આરોપી રહીમ ઉર્ફે ભીખો આમદભાઈ નોઈડા, રે. લાલપુરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્‍લીશ દારૂ બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી દિવ્‍યેશ ઉર્ફે કાનો સાદરીયાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા જેલમાં બેરક બંધ કરવા બાબતે બઘડાટી
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જિલ્લા જેલ સિપાઈ ભરતભાઈ વસરામભાઈ રાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧-ર૦રરના જિલ્લા જેલ બિલ્‍ડીંગ જામનગરમાં ફરીયાદી ભરતભાઈ જામનગર જિલ્લા જેલમાં યાર્ડ ૧ થી ૩ તથા સલામતી વિભાગમાં સર્કલ સીપાઈ તરીકે તેની ફરજ પર હોય ત્‍યારે આરોપી પ્રવિણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો બળદેવભાઈ સેનાજીયા, રે. જિલ્લા જેલ, જામનગરવાળા ની બેરેક બંધ  કરતા આરોપી પ્રવિણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો એ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી ભરતભાઈને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાઠી વડે ફરીયાદી ભરતભાઈ તથા સાહેદને શરીરે મુંઢ ઈજા કરી ફરીયાદી ભરતભાઈને પોતાની ફરજ બજાવતા અટકાવી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 

(1:41 pm IST)