Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ધોરાજી કોર્ટ દ્વારા ભરણપોષણના કેસમાં મહિને ૮૫૦૦નો વધારો કરવાનો આદેશ

ધોરાજી,તા. ૨૨: ધોરાજી કોર્ટે ભરણપોષણ કેસમાં ઐતિહાસીક ચુકાદો આપી વિસાવદર તાલુકાના મોટી પિડાખાઈ ગામના સરપંચના પુત્ર ને રૂપિયા ૧૫૦૦ ના બદલે હવે ૮૫૦૦ વધારો કરી રૂપિયા ૧૦,૦૦૦ મહિને ચૂકવવાનો આદેશ કર્યો હતો.

આ અંગે ધોરાજીના એડવોકેટ બાબુલાલ જાગાણી તેમજ મહેશભાઈ ઠેસીયાએ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના અરજદાર શોભનાબેન ગભરુભા વાળા એ ધોરાજી નામદાર કોર્ટમાં દ્યરેલુ તકરાર બાબતે સીઆરપીસી ૧૨૭ મુજબ ખાધાખોરાકી વધારો કરવા બાબતે અરજી દાખલ કરી હતી.

ધોરાજી કોર્ટમાં માં અરજદારના એડવોકેટ બાબુલાલ જાગાણી તેમજ મહેશભાઈ ઠેસિયાએ સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલો કરી હતી જેᅠ સુપ્રીમ કોર્ટને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ગ્રાહ્ય રાખી અરજદારની કોર્ટમાંᅠ જુબાની લેતા ધોરાજી કોર્ટના જજ મેજિસ્‍ટ્રેટ શ્રી મોદી એ ઐતિહાસિક ચુકાદો અરજદાર તરફે આપેલો હતો જેમાં અરજદાર મહિલા ને રૂપિયા ૧૫૦૦ દર મહિને મળતા હતા તેમાં વધારો કરી ૮૫૦૦ વધારે ચૂકવી અને કુલ રૂપિયા ૧૦,૦૦૦ દર મહિને ચૂકવવાનો આદેશ ધોરાજી કોર્ટે કર્યો હતો. આ કામે એડવોકેટ બાબુલાલ જાગાણી રોકાગા હતા.

(10:24 am IST)