Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

હળવદમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી સંદર્ભે ૨૦૦ની અટકાયત

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૨: તાલુકામાં આગામી ૨૮ ફ્રેબ્રુઆરીએ સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી યોજનાર છે.ત્‍યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટેની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. સાથેસાથે હળવદમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી નિષ્‍પક્ષ અને ભયમુક્‍ત એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે હળવદ પોલીસે અસામાજીકો સામે અટકાયતી પગલાં લીધા હતા.જેમાં અત્‍યાર સુધીમાં ૨૦૦ જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્‍યા છે.

હળવદમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજનાર સામાન્‍ય ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્‍યારે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે હળવદ પોલીસ દ્વારા અસામાજીક તત્‍વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ બાબતે હળવદ પોલીસ મથકના પીઆઇ દેકાવડિયાએ જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી સંદર્ભે અત્‍યાર સુધીમાં ૨૦૦ જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્‍યા છે.તેમજ આગામી સમયમાં વધુ ૫૦ જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે.

(10:26 am IST)