Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મીઠાપુર ટાટા હોસ્‍પિટલના સ્‍ટાફને બીજો ડોઝ અપાયો

 મીઠાપુર : હજી પણ કોરોના કાળ સંપુર્ણ રીતે પુરો નથી થયો ત્‍યારે કોરોનાની રસી એકવાર લીધા પછી નિયત સમયગાળામાં તેનો બીજો ડોઝ પણ લેવો પડે છે. સૌપ્રથમ કોરોના યોધ્‍ધાઓને રસી આપવામાં આવી રહી છે ત્‍યારે મીઠાપુરના ટાટા હોસ્‍પિટલના સ્‍ટાફને કોરોના રસીનો ડોઝ બીજો અપાયો છે. તેમા ટાટા હોસ્‍પિટલના ડીન ડો.સંજીવ ભટનાગર મેડીકલ સર્વિસીસ હેડ દિલીપભાઇ ચોકસી, હાર્દિકચોકસી, હરીશભાઇ ચૌહાણ વગેરેને કોરોના વેકસીનનો બીજો ડોઝ અપાયો છે. આ તકે ડો.સંજીવ ભટનાગર દ્વારા લોકોને આ રસી બાબતે કોઇ જ ખોટી અફવાથી દૂર રહી માસ્‍ક પહેરી તકેદારી રાખવા જણાવાયું હતુ.(તસ્‍વીર : દિવ્‍યેશ જટણીયા)

(11:53 am IST)