Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાવનગરમાં ૩ કોરોના કેસ

ભાવનગર, તા.૨૨: જિલ્લામા નવા ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૬,૧૨૫ થવા પામી છે. જેમા શહેરી વિસ્‍તારમા ૨ પુરૂષ અને ૧સ્ત્રી મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૨૫ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:57 am IST)