Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આયોજીત નેત્ર નિદાન કેમ્‍પમાં મુસ્‍લિમ રફીકભાઇ મહીડાએ દર્દીઓના ભોજનના દાતા બની હિન્‍દુ મુસ્‍લિમ એકતાનો સંદેશ આપ્‍યો

(કિશોરભાઇ દેવાણી -કમલેશ જોશી દ્વારા) કેશોદ,તા. ૨૨: કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્‍પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યુંછે જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેછે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્‍પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેછે આજે યોજાયેલ નેત્ર નિદાન કેમ્‍પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્‍ટ રાજકોટના ડોક્‍ટરોએ સેવા આપી હતી જેમાં ૨૪૮ થી વધું દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણાના ડો.નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૦૦ જેટલાં દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી અને આંખોના જરૂયાતમંદ ૧૧૦ જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્‍પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ જયાં દર્દીઓને લઈ જઈ વિના મુલ્‍યે મોતીયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્‍યવસ્‍થા પણ રણછોડદાસજી ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેછે કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્‍પના ભોજનના દાતાશ્રી સંજરી ઓટો વાળા રફિકભાઈ મહીડા દ્વારા તેમના પિતા મરહુમ હાજી મહમદ મહીડા પટેલના નામથી કેમ્‍પના તમામ દરદીઓને ભોજનના દાતા તરીકે સેવા આપી હિન્‍દુ મુસ્‍લિમ એકતાનો સંદેશ આપ્‍યો હતો ભોજનના દાતાશ્રી તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટય કરી કેમ્‍પ ખુલ્લો મુકવામાં આવેલ હતો આ કેમ્‍પ કુલ ૨૪૦મો હતો અને આજ સુધીના કુલ ૧૬૮૩૨ દર્દીઓને કેમ્‍પમાં સફળ ઓપરેશન રહ્યા હતા.

(1:16 pm IST)