Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મોરબી હેસટી ડેપોના કર્મચારીઓ દ્વારા ૫૧,૧૧૧ અર્પણ

શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ અભિયાન ચાલી રહ્યું છે જેમાં મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ પણ ૫૧,૧૧૧ની રકમ અર્પણ કરી છે

 અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સ્વેચ્છાએ ફાળો એકત્ર કર્યો હતો જેમાં એસટી કર્મચારીઓ દ્વારા રૂ ૫૧,૧૧૧ ની રકમ એકત્ર કરીને રામમંદિર નિર્માણ માટે સમર્પિત કરી છે જે રકમ અર્પણ કરતી વેળાએ એસટી ડેપોના કર્મચારીઓ ડી એન ઝાલા, દેવજીભાઈ નાનજીભાઈ તેમજ સંસ્થાના રાજેશભાઈ બોપલીયા, રાજેશભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા, ધવલભાઈ સંગતસાંઈ અને વિક્રમભાઈ વીરડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર સમિતિના રામ નારાયણભાઈ દવે અને સુરેશભાઈ સોરીયાને રકમ અર્પણ કરાઈ હતી   ચોટીલા ખાતે ગુશીલ કર્મચારી મંડળ દ્વારા ગુશીલના કર્મચારી ડો. આર. એમ યાદવ નિવૃત થતા તેની ફરજ નિષ્ઠાને દરેક કર્મચારીએ બિરદાવી અમેરીકામાં રહેતા ગુશીલના કર્મચારી ગુણવંતજી આર દેશણા વતી.. જનરલ સેક્રેટરી એન. કે. પટેલ, પ્રમુખ બી.એમ. ભરવાડ વિગેરે કર્મચારીઓ ફુલહારથી સ્વનગત કરી વિદાય આપવામાં આવી હતી.

(1:21 pm IST)