Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

છાછરમાં આરએસએસના કાર્યકરો ઉપરના હુમલાના વિરોધમાં કોડીનાર તાલુકો અડધો દિ' બંધ

૮ આરોપીઓની ધરપકડઃ ૪ શંકમંદોને પણ દબોચ્‍યા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૨: કોડીનર તાલુકાના છાછર ગામમાં આરએસએસના કાર્યકરો ઉપરના હુમલાના વિરોધમાં આજે સવારથી બપોરના ૧ વાગ્‍યા સુધી કોડીનાર તાલુકો અડધો દિવસ બંધ રહ્યો છે. આ ઘટનામાં ૮ આરોપીઓની ધરપકડ કરીને ૪ શકમંદોને પણ દબોચી લીધા છે.

આજે કોડીનાર તાલુકો સવારથી બપોરના ૧ વાગ્‍યા સુધી બંધ રહ્યો છે. બપોરે ૧૧ વાગ્‍યે મૌન શાંત રેલી શ્રી સોમનાથ મહાદેવના મંદિરથી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે રવાના થઇ હતી.

તાલુકાના ચૌહાણની ખાણ ગામે રહેતા આર.એસ.એસના કાર્યકર્તા જીગ્નેશભાઇ ભુપતભાઇ પરમારે પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યા મુજબ જીગ્નેશભાઇ પરમાર અને તેમના અન્‍ય આર.એસ.એસના કાર્યકર્તાઓ રામ જન્‍મભૂમિ માટે નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનું કામ કરતા હોય જે બાબતનું મનદુઃખ રાખી ગઇકાલે મોડી રાત્રીના છાછર ગામે રજાકભાાઇ ભીખાભાઇ ચૌહાણ, શબ્‍બીર રહેમાન, અફઝલ ગફાર વાકોટ, અનિસ મહમદ નકવી, રહીમભાઇ રખાભાઇ વાકોટ, ફિરોઝભાઇ બચુભાઇ વાકોટ, લાખો ઉર્ફે સાજીદ ઇ કબાલ, મજીદભાઇ ભીખાભાઇ, રિજવાનભાઇ દયાતર, આબેદીન દાઉદ વાકોટ, અબ્‍દુલ રખાભાઇ દયાતર, ઇકબાલ જમાલ વગેરે શખ્‍સોના ટોળાએ એક સંપ કરી લાકડા, લોખંડના પાઇપ, પથ્‍થર જેવા હથિયારો વડે જીગ્નેશભાઇ પરમાર ઉપર જીવલેણ હુમલો કરી ગાળો ભાંડી માથાના ભાગે અલગ અલગ જગ્‍યાએ ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સાથે રહેલા અન્‍ય લોકોને પણ માર માર્યાની ફરીયાદ કરી હતી.

(1:26 pm IST)