Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જુનાગઢમાં મતદાન વેળા પોલીસના નવતર પ્રયોગ : ૧ નશાખોર ઝડપાયો

જુનાગઢ,તા.૨૨ : રેંજના ડીઆઈજી  મનીંદર  પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરની મ્‍યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. ૦૬ અને વોર્ડ નં. ૧૫ ની પેટા ચૂંટણી માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી આર.વી.ડામોર, એચ.એસ.રતનું, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, પીઆઇ ડી.જે.ઝાલા, પીઆઇ એન.આઈ.રાઠોડ, પીઆઇ પી.એન.ગામીત, સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્‍ચના પીએસઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, એ.કે.પરમાર, વી.આર.ચાવડા, સહિતના અધિકારીઓ તથા વિશાળ કાફલાનો ‘જડબેસલાક બંદોબસ્‍ત' ગોઠવવામાં આવેલ છે.

 આ વખતે મતદાન કરવા આવતા લોકોને ચેક કરી, પીધેલા મળી આવતા લોકોને પકડવા એક ખાસ મોબાઈલ રાખી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા સહિતના કાફલાને તૈનાત કરી, પેટા ચૂંટણીમાં મતદાન કરવા કેફી પીણું પી ને આવતા લોકોને પકડી પાડવાના નવતર પ્રયોગના કારણે શહેર વિસ્‍તારમાં મતદાન મથક ઉપર ચેકીંગ કરી, પીધેલા લોકોને આ મોબાઈલ દ્વારા પકડી, -ોહીબિશન એક્‍ટ મુજબ કાર્યવાહી, મોબાઈલના પોલીસ સ્‍ટાફ પાસ બ્રેથ એનેલાઇજર સાથે શંકાસ્‍પદ મતદારોની તપાસ કરી, કેફી પીણું પીધેલા પકડવા પણ કાર્યવાહી કરવાના ભાગરૂપે ગઈ કાલે રાતથી જ કાર્યવાહી આદરી દેતા અને સાથે સાથે પ્રોહીબિશન બુટલેગરોનું ચેકીંગ હાથ ધરી, ચાર ઇસમોને પીધેલા પકડી પાડી તેમજ ત્રણ આરોપીઓને દેશી દારૂ સાથે પકડી પાડવામાં આવેલ હતા. આજરોજ મતદાન દરમિયાન પણ આ નવતર પ્રયોગ અનુસંધાને કાર્યવાહી ચાલુ રાખતા, વારંવાર પોલીસ મોબાઈલ મતદાન મથક ઉપર ચેકીંગ કરતા હોય, જૂનાગઢ પોલીસના આ નવતર અભિગમના કારણે દારૂ પી ને મતદાન કરવા આવતા લુખ્‍ખા તત્‍વોમાં ફફડાટ ફેલાયેલ હતો અને માત્ર એક જ પીધેલ ઇસમ પકડાયેલ અન જૂનાગઢ પોલીસની સઘન કાર્યવાહીના કારણે કેફી પીણું પી ને ફરતા લોકોમાં સોપો પડી જતા, કેફી પીણું પી ને મતદાન કરવા કોઈ ફરકયું જ ન હતું.

(1:24 pm IST)