Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જુનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં કોંગી ઉમેદવાર પોતાને જ મત આપી ન શકયા

વોર્ડ નં. ૬માં પ૦.૯૮ ટકા અને વોર્ડ નં. ૧પમાં પર.૬૧ ટકા મતદાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ  જુનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં કોંગી ઉમેદવાર પોતાને જ મત આપી શકયા ન હતા. જો કે પેટા ચૂંટણીનું મતદાન પ૧.૮૦ ટકા થયું હતું.

વોર્ડ નં. ૬ અને ૧પ ની એક એક બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન થયુ હતું. અને આ સાથે ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. મતગણતરી આવતીકાલે થશે.

વોર્ડ નં. ૬માં પ૩.રપ ટકા પુરૂષ અને ૪૮.પપ ટકાસ્ત્રી મતદારો મળી કુલ પ૦.૯૮ ટકા મતદાન થયેલ. જયારે વોર્ડ નં. ૧પમાં પ૪.રપ પુરૂષ તથા પ૦.૮૯ ટકાસ્ત્રી મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કરતા પર.૬૧ ટકા મતદાન થયું હતું.

વોર્ડ નં. ૬માં ૯૮ વર્ષનાં મણીબેન માલવીયાએ મતદાન કરીને લોકશાહીનાં પર્વમાં જોડાયા હતા.

બીજી તરફ વોર્ડ નં. ૬ના કોંગ્રેનાં ઉમેદવાર લલીત પણસારા પોતાને જ મત આપી શકયા ન હતા. તેમનું નામ વોર્ડ નં. ૪ ની મતદાર યાદીમાં હોય તેથી તેમણે પોતાનો જ મત મળ્‍યો ન હતો.

ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે જીતનાં દાવા કર્યા છેસ્ત્રીની સરખામણીએ પુરૂષ મતદાન વધુ નોંધાયું હતું.

વોર્ડ નં.૬માં સૌથી ઓછુ ૩૧.ર૩ ટકા સાંઇબાબા કોમ્‍યુનિટી હોલનાં મતદાન કેન્‍દ્ર પર અને સૌથી વધુ ૬૬.૮૬ ટકા મતદાન દલિત સમાજની વાડી ઓધડ નગર ખાતે થયેલ.

વોર્ડ નં. ૧પમાં સૌથી ઓછુ મતદાન ૩૦.ર૮ ટકા મતદાન બીખલ રોડ સ્‍થિત કોમર્સ-લો કોલેજના મતદાન કેન્‍દ્ર ખાતે અને સૌથી વધુ મતદાન ૬૮.૮૭ ટકા મતદાન કેપીસી ગોડા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ખાતે નોંધાયું હતું.

(1:27 pm IST)