Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સાવરકુંડલા પાલીકા વોર્ડ નં.૭ના વિસ્તારોમાં ડોર ટૂ ડોર પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારો

સાવરકુંડલા : નગર પાલિકા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે ત્યારે વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ વોર્ડ નંબર ૭ના મણિનગર વિસ્તાર ધોબી શેરી વિસ્તાર મસ્જિદ પાછળના વિસ્તાર વિગેરે વિસ્તારોમાં જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવેલ છે આ પ્રચાર દરમ્યાન મતદારો દ્વારા ઉમેદવાર નાસિર ચૌહાણ .હિતેશભાઇસરૈયા. રસીદાબેન ગોરી અને અમીનાબેન બાવનકાને ફૂલ હાર કરી મ્હોં મીઠા કરાવી સન્માન કરવામાં આવેલ હતું અને મતદારોએ કોંગ્રેસના ઉમેદવારોને જબરી લીડથી વિજય વંત બનાવવા કોલ આપેલ હતો. આ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ પ્રચારમાં લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા અને જંજાવતી પ્રચાર કરવામાં આવેલ હતો. (તસ્વીર -અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:29 pm IST)