Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગર મહાનગરપાલિકામાં ફરી કમળ ખીલશે ભાજપ શાસન સ્થાપિત કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુંં મતદાન પૂર્ણ છતાં જ ૨૩૬ ઉમેદવારોના ભાવિ જે ઇવીએમમાં સીલ થયા છે. જેને જામનગરના હરીયા કોલેજ ખાતે ચુસ્તત બંદોબસ્ત વચ્ચે ચાર અલગ-અલગ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે.

૬ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુુ ૫૩.૬૪ ટકા મતદાન જામનગરમાં થયું છે. જો કે ગત ૨૦૧૫ની મહાનગરપાલિકાની ચૂંંટણીમાં ૨,૩૨,૪૪૮ મતો પડ્યાા હતા અને જામનગરનું ૫૬.૭૭ ટકા મતદાન થયું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાનની ટકાવારી ઘટી છે. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ની યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪,૮૮,૯૬૨ મતદારોમાંથી ૨,૬૨,૩૦૦ મતદારોએ મતદાન કર્યું છે અને આ વર્ષે રાજયમા થયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ જામનગરમાં ૫૩.૬૪ ટકા મતદાન થયું છે. આ વર્ષે મહિલાઓ કરતાંં પુરુષો મતદાનમાં આગળ રહ્યા છે જામનગરમાં સ્ત્રીઓએ કરેલ મતદાનની ટકાવારી ૪૯.૭૮ છે જયારે પુરુષો એ કરેલી મતદાનની ટકાવારી ૫૭.૩૨ નોંધાઈ છે. હાલ તો મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જામનગરની જોશીની જનતાએ આપેેલા જનાદેશ કાલે જાહેર થશે ત્યારે આવતીકાલે હરીયા કોલેજ ખાતે મતગણતરી થનાર છે. ત્યારે SRPની ટુકડી, ઉપરાંત ૨ PI, ૩ PSI અને એક ડઝનથી વધુુુ પોલીસ કાફલો સતત પહેરો આપી રહ્યો છે અને પોલીસ દ્વારા ઈવીએમ મશીનો ને જયાં ચાર જેટલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યાં આસપાસ સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યુંં છે. આવતીકાલે સવારે સાત વાગ્યાથી આ સ્ટ્રોંગ રૂમ ખુલશે અને ઇવીએમમાંથી કોણ કોર્પોરેટર બનશે તેના પર જામનગરના જોશીલા મતદારોની મીટ મંડાયેલી છે એકંદર આમ જોતા ભાજપનું શાસન ફરી સ્થાપિત થશે. (તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર) (૨૨.૧૬)

જામનગર મ્યુ.કોર્પોની  ચુંટણીની વોર્ડવાઇઝ મતદાન ટકાવારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: જામનગર કોર્પોરેશનમાં વોર્ડવાઇઝ થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે.

વોર્ડ નં. ૧

૬૧.પ૦

વોર્ડ નં. ર

પપ.૦૧

વોર્ડ નં.૩

૪૮.પ૮

વોર્ડનં. ૪

પ૭.૧પ

વોર્ડનં. પ

૪૯.૧૬

વોર્ડનં. ૬

પપ.૩૯

વોર્ડનં. ૭

પ૦.પર

વોર્ડનં. ૮

૪૭.ર૧

વોર્ડ નં. ૯

૪૬.૩૮

વોર્ડ નં. ૧૦

પ૪.૦૩

વોર્ડ નં.૧૧

પ૪.૯૭

વોર્ડ નં.૧ર

પ૯.૮૦

વોર્ડ નં.૧૩

પ૩.૮૭

વોર્ડ ન. ૧૪

પર.૩૦

વોર્ડ નં. ૧પ

પપ.૦૭

વોર્ડ નં. ૧૬

૪૯.પ૬

(1:36 pm IST)