Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વાંકાનેરમાં મુળ એમપીના દંપતિએ કલેશ થતાં ટોઇલેટ કલીનર પીધું

રાજકોટ તા. ૨૨: વાંકાનેરના સજ્જનપુર રોડ પર આવેલી સિરામીકમાં કામ કરતાં અને ત્યાની રૂમમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના આશિષ નવલકિશોર શાહ (ઉ.વ.૨૭) અને તેની પત્નિ વિનીતા (ઉ.વ.૨૨)એ ગઇકાલે ટોઇલેટ કલીનર પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આશિષ અને વિનીતાના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. આશિષના કહેવા મુજબ સામાન્ય વાતે બંને વચ્ચે ચડભડ થતાં કલેશ થતાં બંનેએ ટોઇલેટ કલીનર પી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:34 am IST)