Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ટંકારામાં ઓકિસજન સુવિધા સાથે ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરો

ટંકારા,તા. ૨૨: ટંકારા ખાતે ૧૦૦ બેડ ની ઓકિસજન યુકત તથા વેન્ટિલેટર સાથેની કો વિડ હોસ્પિટલ ચાલુ કરવાની ઉગ્ર માગણી ઉઠેલ છે. ટંકારા તાલુકાના દર્દીઓ ની પરિસ્થિતિ સહનશકિતની હદ વટાવી ગયેલ છે .મંગળવારે ખાનગી વાહનમાં ઓકિસજનના બાટલા સાથે દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા મોરબી લઈ જવા યેલ, તેનો બીજે દિવસે બપોરે વારો આવેલ. આવી ગંભીર પરિસ્થિતિ છે .આ એક દર્દીની વાત નથી. ગામડે ગામડેથી હોસ્પિટલમાં જતાં દર્દીઓની રામ કહાણી છે.ટંકારા તાલુકાના દર્દીઓ સારવાર માટે દોડધામ કરી રહ્યા છે. મોરબી તો જગ્યા નથી પરંતુ રાજકોટ ,જામનગર ,અમદાવાદ, જિલ્લામાં ટંકારા તથા ટંકારા તાલુકાના દર્દીઓ માટે જગ્યા નથી. દર્દીઓની સંખ્યામાં દિવસો દિવસ વધારો થતો જાય છે. મોટાભાગના કેસો ઓકિસજન જરૂરિયાતવાળા છે.

ટંકારા સિવિલ હોસ્પિટલ તેમજ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના તબીબી સ્ટાફની તથા પેરામેડીકલ સ્ટાફની મદદથી ૧૦૦ ઓકિસજનયુકત બેડ વાળો કોરોના કેર સેન્ટર શરૂ થઈ શકે તેમ છે. સરકાર તાત્કાલિક વર્ષો થી ખાલી પડેલી જગ્યા એમ.ડી .ડોકટર તથા અન્ય સ્ટાફ ફાળવે તે પણ જરૂરી છે.

ટંકારાની સામાજિક સંસ્થાઓ જો સરકાર ઓકિસજનની સુવિધા તથા તબીબી સ્ટાફ, દવાઓ ફાળવે તો કોરોના કેર સેન્ટર શરૂ કરવા તૈયાર છે . ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી ઓકિસજનના બાટલાઓ તથા કીટ માટે સ્વભંડોળમાંથી રકમ ફાળવવા તૈયાર છે. ટંકારાની સંસ્થાઓ દ્વારા દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ઓકસીજનના બાટલાઓ તથા કીટ વસાવેલ છે .બીજા ૫૦ ઓકિસજનના બાટલા ઓ માટે રકમ ભરેલ છે .પરંતુ હજુ સુધી ડિલિવરી મળેલ નથી. એક, બે પાંચ ઓકિસજનના બાટલા ઓ તથા તેની કીટ માટેના અનેક દાતાઓ સહયોગ આપવા તૈયાર છે. બિલ્ડિંગ, પલંગ તથા બેડની વ્યવસ્થા કરવા સામાજિક સંસ્થા ઓ તૈયાર છે.

જરૂરિયાત ફકત સરકાર દ્વારા ટંકારાના કોવીડ કેર સેન્ટર માટે ઓકિસજન, વેન્ટિલેટર તથા આરોગ્ય સ્ટાફ ફાળવવાની છે. પ્રજાના પ્રતિનિધિઓ માટે આ ડાબા હાથનો ખેલ છે. પરંતુ ટંકારા તાલુકાના દર્દીઓ માટે જીવન મરણ નો પ્રશ્ન છે.

(11:36 am IST)