Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

હળવદમાં પ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

(હરીશ રબારી દ્વારા) હળવદ તા. રર :.. હળવદમાં વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છીક પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. તા. રર-૪ થી ર૬-૪ સુધી દૂધ-દવાઓ શાકભાજી સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરોના વાયરસના સંક્રમિત ન અટકાવવા માટે હળવદના વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન પાંચ દિવસ રાખવાનું  નકકી કરાયું હતું જે આજે સવારથી જ દુકાનો બંધ રહી હતી જે આવશ્યક દૂધ - શાકભાજી, દવાઓ જેવી  દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી.

(11:38 am IST)