Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોને પુરતો ઓકસીજન અને રેમડેસિવીર ઇન્જેકશનો પુરા પાડવા માંગણી

જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોને પુરતો ઓકસીજન અને રેમડેસિવીર ઇન્જેકશનો પુરા પાડવા માંગણી

જૂનાગઢ તા.૨૨ : સામાજિક કાર્યકર હરસુખભાઇ વઘાસિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કોરોના મહામારીની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા માટે હોસ્પિટલોને પુરતા ઓકસીજન અને રેમડેસીવર ઇન્જેકશનો પુરા પાડવા માંગણી કરી છે. રજૂઆતમાં જણાવેલ કે, હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર મેળવવા માટે ભારે હાડમારી પડી રહી છે. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. બેડ મળે તો ઓકસીજનની વ્યવસ્થા થતી નથી. ઓકસીજન મળી જાય તો રેમડેસિવિર જેવા ઇન્જેકશનો અને દવાઓની અછત છે. આવી વ્યવસ્થા કરવાની પ્રાથમિક ફરજ સરકારની અને આરોગ્ય વિભાગની હોય છે. પરંતુ હાલ બધી જવાબદારી સામાન્ય માણસ માથે નાખી દેવામાં આવી છે માટે ઓકસીજન અને ઇન્જેકશનો શોધવા માટે લોકો જૂનાગઢથી અંકલેશ્વર સુધી લાંબા ધકકા ખાઇ રહ્યા હોવાના દાખલા છે.

(11:46 am IST)