Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જૂનાગઢમાં પવનસુત કોવિડ આઇસોલેશન યુનિટ શરૂ

જૂનાગઢ :  સનસાઇન એકેડમી બિલ્ડીંગ, વાસુદેવ પેટ્રોલીયમ પાછળ વડાલ ખાતે કે જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઇ પટેલના સહયોગથી ખૂબ જ રાહતદરે ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ આઇસોલેશન કેર યુનિયની શરૂઆત કરેલ. આ આઇશોલેશન યુનિટમાં ડોકટરના માર્ગદર્શન હેઠળ ૨૪ કલાક સ્ટાફની હાજરી, દરેક રૂમમાં માત્ર ર જ દર્દીની વ્યવસ્થા, બે ટાઇમ ભોજન, બે ટાઇમ ચા નાસ્તો તથા જરૂરિયાત મુજબ નાળીયેરપાળી, જયુશ વગેરે કોરોના ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા લોકો તેમનો રીપોર્ટ ડોકટરોની ફાઇલ તથા આધારકાર્ડ સાથે એડમીટ થઇ શકશે. દર્દીઓ માટે ઓઢવાની શાલ, ટૂથપેસ્ટ, બ્રશ, સાબુ, શેમ્પુ, માસ્ક વગેરે પ્રાથમિક સુવિધાઓ અપાશે. અહી કોવીડ-૧૯ના પોઝીટીવ દર્દી તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટેની પ્રાથમિક સારવાર માટેનું આઇસોલેશન સેન્ટર છે. લેબોરેટરી તથા મેડીકલ (દવાઓ)ની સુવિધા પણ રાહતદરે મળશે. દરરોજ સવાર સાંજ દર્દીની તબિયત અંગેની માહિતી તેમના સગાને ફોન દ્વારા જાણ કરાશે. દર્દીની સારામાં સારી સંભાળ લેવા માટે ડો.ખુશ્બુ વણપરીયા (એમડી), ડો.આકાશ કોરાટ (એમબીબીએસ), ડો.વિક્રમ બારોટ (એમબીબીએસ), ડો.ઇમ્તીયાઝ બાવલીયા (એમબીબીએસ), ડો.હર્ષ પાઘડાર (એમબીબીએસ), ડો.નઇમ જેઠવા (એમબીબીએસ), ડો.નિકુંજ ચોવટીયા (એમબીબીએસ), ડો.ફોઝીયા પાદરસી (એમબીબીએસ) ડોકટરની ટીમ હાજર રહેશે. આ આઇસોલેશન કેર યુનિયના શુભારંભ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી ડો.જયકુમાર ત્રિવેદી, ભાજપ આગેવાન દિનેશભાઇ ખટારીયા, જૂનાગઢ જી.પં. આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણભાઇ પટોળીયા, જૂનાગઢ તાલુકા ભાજપના અધ્યક્ષ અરવિંદભાઇ ઘરડેશીયા તેમજ સ્થાનીક આગેવાનો કાર્યકર્તા મિત્રો તેમજ બહોળી સંખ્યામાં આ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 pm IST)