Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

અમરેલીના ર સ્મશાન અને કબ્રસ્તાનમાં ર૭ મૃતકોની અંતિમવિધી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રર : ફાગણ મહિનાના અંત અને ચૈત્ર મહિનાના પ્રારંભે અમરેલી જિલ્લામાં મૃત્યુના બનાવો ભયજનક રીતે કુદકે ને ભુસકે વધી રહયા છે તે ચાહે કોરોનાના દર્દીઓ હોય કે સાવ સાજે સારા અને અચાનક મરણને શરણ થતા લોકો હોય કે પછી ભલે મોટી ઉમરના વડીલ હોય પણ છેલ્લા ૧ર દિવસથી મૃત્યુના પ્રમાણે માઝા મુકી છે અને હવે ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આ બનાવો ઉપર અંકુશ આવે તેવી આશા દેખાઇ રહી છે.

અમરેલીમાં કૈલાશ મુકિતધામ ખાતે કોરોનાના ૧૧ દર્દીઓ તથા ગાયત્રી મોક્ષધામ કોરોનાનાં ૮ અને ૬ અન્ય મળી ૧૪ તથા કબ્રસ્તાનમાં બે  અંતિમવિધિ મળી કુલ ર૭ લોકોરના અંતિમ સંસ્કાર અમરેલીની જમીન ઉપર થયા છે. આમા અમરેલી શહેરના કોરોનાની સારવાર લેતા ૬ અને અન્ય ૮ મળી ૧૪ લોકોને અમરેલી શહેરનાં છે કબ્રસ્તાનમાં ર તથા અન્ય બિમારીના કારણે કે કુદરતી મૃત્યુ પામેલા ૬ ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા બટારવાડીના ૪ર વર્ષના પુરૂષ, લાઠી રોડ પ્રમુખસ્વામી નગરના ૬૯ વર્ષના મહિલા, માણેકપરાના ૬૬ વર્ષના મહિલા તથા ૭૩ વર્ષના મહિલા, બ્રાહ્મણ સોસાયટીના ૩૩ વર્ષના યુવક અને લીલીયા રોડ શ્યામનગર પર વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. આમા બ્રાહ્મણ સસાયટીના મૃત્યુ પામનાર ૩૩ વર્ષના યુવકના પિતાજીનું ૮ દિવસ પહેલા જ મૃત્યુ થયુ હતુ એક જ અઠવાડીયામાં પરિવારના બે મોભી ઉપડી ગયા છે.

ધારીના મીઠાપુર ગામના ૮પ વર્ષના પુરૂષ, બાબરાના ચરખા ગામના ૬ર વર્ષના મહિલા બાબરાના મોટા દેવળીયાના ૪૧ વર્ષના મહિલા અને પ૩ વર્ષના પુરૂષ, સરંભડાના ૮૦ વર્ષના પુરૂષ, જાફરાબાદ ઘેંસપુર ગામના ૭પ વર્ષના પુરૂષ, અમરેલીના શંભુપરા ગામના ૩૮ વર્ષના યુવક ઢસા ગામના ૯૭ વર્ષના પુરૂધા, ધારી લાઇનપરાના ૩૪ વર્ષની યુવતી, ગોંડલના પાટખીલોરી ગામના ૬૦ વર્ષના વૃધ્ધા, ધારી શિવડ ગામના ૪પ વર્ષના પુરૂષ, સાવરકુંડલાના પ૪ વર્ષના પુરૂષ અને હનુમાન ખીજડીયાના પ૮ વર્ષના પુરૂષ દર્દીનો સમાવેશ છે. આમા હનુમાન ખીજડીયામાં મૃત્યુ પામેલ પુરૂષના માતાનું પણ બે ત્રણ દિવસ પહેલા જ મૃત્યુ થયાનું જણાવાયું છે.

(12:50 pm IST)