Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પોરબંદર હરિ મંદિરમાં રામનવમીની ઉજવણી

જૂનાગઢ :  પોરબંદર સાંદીપવિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજય ભાઈશ્રીના સાનિધ્યમાં ગુરૂજનો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં કોરોનાની ગાઇડ લાઇન મુજબ શ્રીરામનવમી ઉત્સવ ઉજવાયો હતો.  પૂજય ભાઈશ્રીએ બાલકાંડની ચોપાઈઓનું ગાન અને સ્તુતિઓનું કરાવીને અવધ મેં આનંદ ભયો જય રામચંદ્ર કી ના નાદ-દ્યોષ સાથે રામ પ્રાગટ્યને વધાવ્યું હતું. પૂજય ભાઈશ્રી એ શ્રીરામચંદ્રની શાસ્ત્રોકત વિધિ મુજબ અભિષેક અને પૂજાવિધિ કરી હતી તો બીજી બાજુ સાંદીપનિના ઋષિકુમારો અને ભાવિકોએ એ સંકીર્તનના આનંદ અને ઉત્સાહ સાથે શ્રીરામ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરી હતી. પૂજય ભાઇશ્રીએ વર્ચ્યુઅલી રીતે જોડાયેલા તમામ શ્રીરામ ભકતોને અને તમામ હિન્દુ સનાતની પરંપરાના ભાવિકોને શ્રીરામ પ્રાગટ્યોત્સવની વધાઇઓ આપી હતી. તેઓએ આજના દિવસે આશીર્વચન આપતા કહ્યું કે શ્રીરામ સત્ય અને ધર્મના મૂર્તિમંત સ્વરૂપ છે. રામનવમીની ઉજવણી તસ્વીર. (અહેવાલ -તસ્વીરઃ વિનુ જોષી -જૂનાગઢ)

(12:51 pm IST)