Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને પગલે કચ્છના મુન્દ્રા સજ્જડ બંધ : સતત ટ્રાફિક થી ધમધમતા માર્ગ સુમસામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કચ્છ ના પેરિસ મુન્દ્રા શહેર માં આજ થી પાંચ દિવસના લોકડાઉન ની જાહેરાત ના પગલે મુન્દ્રા તેમજ આજુબાજુ નો વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો

આજે લોક ડાઉન ના પ્રથમ દિવસે સજ્જડ બંધ હોવાથી ખાનગી ઉદ્યોગ માં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ લોકો ને બંધ હોવાથી ભોજન માં તકલીફ પડી હતી. બે દિવસ અગાઉ માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા ની અપીલ ને ધ્યાને લઈ મુન્દ્રા નગરપાલિકા. મુન્દ્રા અને કોસ્ટલ પોલીસ, મામલતદાર, ટીડીઓ, વેપારી સંગઠન સહિતની હાજરીમાં ૫ દિવસના  સ્વૈચ્છિક લોક લડાઉન ની જાહેરાત કરાઈ હતી. જેને આજે પ્રથમ દિવસે અભૂતપૂર્વ સફળતા મળી હતી .

આજે સવારે મુન્દ્રા નગર પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, ઉપપ્રમુખ ચંદ્રિકા બેન પાટીદાર, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી તેમજ તેમની ટીમ આજે વિવિધ વિસ્તારો માં જઈ કોરોના સામે લડવા પોતાના કામકાજ બંધ રાખવા અપીલ કરી હતી. મુન્દ્રા ના ડાક બંગલા થી નદીવાળા નાકા. શક્તિનગર, ઝીરો પોઇન્ટ સહીત ના ધમધમતા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. મુન્દ્રાના હંસ ટાવર થી શહેર ના માંડવી ચોક, જવાહર ચોક, કંદોઈ બજાર, સોની બજાર, ખજૂર બજાર, સહીત ની મુખ્ય બજારો સુમસામ ભાસતી હતી. મુન્દ્રા એસટી બસ સ્ટેન્ડ માં એકલદોકલ પબ્લિક જોવા મળી હતી. તેવી જ રીતે મુન્દ્રા એસટી બસ સ્ટેશનથી તાલુકા પંચાયત અને સતત ટ્રાફિક થી ધમધમતો બારોઈ રોડ લોક ડાઉન ના પગલે સુમસામ બની રહ્યો હતો.

તેવી જ રીતે આદર્શ ટાવરથી ઉમિયા નગર સુધીનો વિસ્તાર સંપૂર્ણ બંધ રહ્યો હતો. મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ કિશોર સિંહ પરમારે મુન્દ્રા સંપૂર્ણ સજ્જડ બંધ ને સમર્થન આપ્યું હતું. નગરપાલિકા કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીરે પાંચ દિવસ ના લોક ડાઉન ના પગલે લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી હતી. મુન્દ્રા વેપારી એસોસીયેશન ના પ્રમુખ અબ્દુલ રહીમ ખત્રી એ આજે લોક ડાઉન ના પ્રથમ દિવસે મુન્દ્રા તેમજ આજુબાજુ નો વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હોવાનું જણાવ્યું હતું..

આજે મુન્દ્રા પોલીસ ના પી આઈ એમ બી જાની, પીએસ આઈ ભાવેશ ભટ્ટ. પી એસ આઈ પટેલ અને તેમની ટીમ એ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મુન્દ્રા માં આજે સ્વાઇછીંક લોક ડાઉન નો પ્રથમ દિવસ સંપૂર્ણ સજ્જડ બંધ રહ્યો હતો..

નાના કપાયા ના પૂર્વ સરપંચ શામજી ભાઈ સોધમ એ ગામ તેમજ આજુબાજુ નો ધંધાકીય વિસ્તારો સંપૂર્ણ બંધ રહ્યા હોવાનું જણાવ્યુ હતું.(તસવીર: રાજ સંધવી-મુન્દ્રા)

(2:11 pm IST)