Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબી: લાઈવલીહૂડ મિશન અંતર્ગત સ્વ સહાય જૂથને બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કેશ ક્રેડિટ અને લોન અપાઈ

મોરબી: ટાઉન હોલ ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અંતર્ગત મોરબી જિલ્લામાં NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથને કેશ ક્રેડિટ અને લોન આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

આ અંગે રાજ્યમંત્રી  બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની લિમિટેડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે PM મોદીની દેશની નારીને વિકસતી કરવાની પરિકલ્પના સાકાર થતી જોવા મળી રહી છે. અને CM પટેલે પણ આ વિચારને ગતિ આપી છે. હું સર્વે કર્મયોગીઓનો આભાર માનું છું. આજે 300 લાખ જેટલી સહાય તંત્ર દ્વારા આપવામાં આવી છે. અને હાલ મોરબીની મહિલાઓ
આ સાથે તેમણે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી.સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને  બિરદાવી હતી. તેઓએ મંડળની બહેનો દ્વારા વધુને વધુ બહેનોને પોતાની સાથે જોડાવા અપીલ કરી હતી.
આ અંગે લાભાર્થી મહિલા પ્રવિણાબેન પ્રકાશભાઈ મેવાએ જણાવ્યું હતું કે, હું બગથળા ગામના વિજય સખી મંડળની પ્રમુખ છું અને RDC બેંકમાં  બેંક સખી તરીકે નોકરી કરું છું. અમને રૂ. 5000નું રીવોલ્વીંગ ફંડ મળે છે અને રૂપિયા 5 લાખની લોન મળેલ છે. આ 5 લાખની લોનમાં અમારા 15 સભ્યો દ્વારા અલગ અલગ રીતે વ્યવસાય કરીએ છીએ. એક બેન પાર્લરમાં જાય છે તો હું સવારે બેંકમાં નોકરી કરું છું અને ત્યારબાદ કપડાની દુકાન ચલાવું છું. એક બેન લેધરબેક વહેંચે છે. આમ બધી બહેનો અલગ અલગ વ્યવસાય પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. આ લોન થકી એટલે પગભર થઈ ગયા છીએ કે કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પડતો. અને અમને આર્થિક તથા સામાજીક બન્ને રીતે ઘણો બધો લાભ થયો છે.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ  જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા,  મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબીયા,મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર અને મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા વિવિધ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 am IST)