Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

અંકલેશ્વરના જીતાલી પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં કરૂણ મોત

સિલ્વર સિટીમાં રહેતા 15 વર્ષિય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષિય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણનું મોત થયું છે

ભરૂચ : અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા સિલ્વર સિટીમાં રહેતા 15 વર્ષિય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષિય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન તળાવના ઊંડા પાણીમાં બંને કિશોરો ગરકાવ થઇ જતાં તેઓ ડૂબી ગયા હતા.

બનાવ અંગેની જાણ અરૂણકુમાર ચૌહાણે તાલુકા પોલીસ મથકે કરતાં પોલીસે તરવૈયાઓની મદદ વડે તળાવમાં શોધખોળ કરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)