Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

વઢવાણમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા:સામાજિક સંદેશ આપવાનો કર્યો પ્રયાસ

લગ્ન નિમિત્તે દીકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દીકરા દીકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ વિગત અનુસાર વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં નટુભાઇ પરમારની દીકરી ભારતીના લગ્ન નિમિત્તે દીકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દીકરા દીકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. શણગારેલી અંબાડી પર દીકરીને ભણાવો દીકરીને અધિકાર આપો જેવા સમાજીક જાગૃતિ લાવતા સંદેશ લખવામાં આવ્યા હતાં અને લોકોને પ્રેરણા આપવામાં આવી હતી. હાથીની અંબાડી પર નિકળેલું  ફુલેકું વઢવાણ સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

(7:55 pm IST)