Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબી: મહીલા પોલીસની ‘SHE’ ટીમે પરિવારથી વિખૂટા પડેલા 3 વર્ષના બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યું.

મોરબીમાં મહીલા પોલીસ ‘SHE’ ટીમના સઘન પ્રત્યનો અને સુયોગ્ય મોનીટરીંગ થકી 3 વર્ષના લાપતા બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન થયું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  મહિલા પોલીસની  ‘SHE’ ટીમના સભ્યો જેમા ઇન્ચાર્જ ASI ડી.એન દવે તથા પો.હેડ કોન્સ એન એય છૈયા તથા પો.કોન્સ જયદીપભાઇ રાજેશભાઇ ગઢવી તથા મહીલા પો.કોન્સ વિલાસબેન સગરામભાઇ સાકરીયા તથા પો.કોન્સ ભાવીકાબેન દિનેશભાઇ માલવણીયા વાળાઓ સી ટીમ ડ્રાઇવ અન્વયે મોરલી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોરબી મકરાણીવાસ ના રોડ ઉપર એક મજુર નુ બાળક ઉ.વ આશરે 3 વર્ષ નું રોતુ રોતુ રોડ ઉપર એકલુ જતુ હોય.જેથી બાળકને ઉભુ રાખી પુછપરછ કીર પરંતુ  બાળકને બોલતા આવડતુ ન હોય જેથી બાળકના વાલીવારસની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા બાળકના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી તુરંત જ બાળક ને સાથે લઇ મહીલા પોલીસ સ્ટેશને લાવેલ તેમજ SHE ટીમ ના સભ્યો એ તેના વાલીવારસ ના સરનામાની શોધ ખોળ કરવાનું શરૂ કરેલ અને આશરે બે- અઢી કલાક બાદ આ બાળક ના વાલી વારસ નુ સરનામુ શોધી મહીલા પો.સ્ટે બોલાવી પુછપરછ કરી કાઉન્સલીંગ કર્યું હતું.
જેમાં સામે આવ્યું હતું કે,  મુળ મધ્યપ્રદેશના ઇટાવા ગામના રહેવાસી અને હાલ લીલાપર રોડ સ્મશાન ની બાજુમા ગૌશાળા પાસે રહેતા અનેવાવડી ગામના દીનેશભાઇ ભારમલભાઇ હુબલને ત્યાં  મજુરી કામ કરતા શાનુભાઇ માંગુભાઇ ભુરીયાનો 3 વર્ષીય દીકરો રાજવીર ગત સાંજના સમયે તેની માતા ઘરકામ કરતી હોય ત્યારે રમતા-રમતા નીકળી ગયો હતો. જેથી તેના મા-બાપની ખાતરી કર્યા બાદ દિનેશભાઈ ભારમલભાઈ હુંબલ નાઓએ બાહેંધરી આપતા બાળક તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરવામાં આવ્યું હતું
આ કામગીરીમાં મહીલા પો.સ્ટે ઈન્ચાર્જ Aડા દીનેશભાઇ દવે તથા પો.હેડ કોન્સ.એન. એચ.છૈયા પો.કોન્સ જયદીપભાઇ જેશભાઈ ગઢવી તથા મહીલા પો.કોન્સ વિલાસબેન સાકરીયા તથા પો.કોન્સ ભાવીકાબેન માલવણીયા વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતા.

 

(10:21 pm IST)