Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબી વીસીઈ કર્મચારીઓની માંગણી ના સ્વીકારાય તો સામુહિક રાજીનામાંની ચીમકી

તા. ૨૫ સુધીમાં માંગણીઓ નહિ સંતોષાય તો સામુહિક રાજીનામાં આપશે તેવી ચીમકીની ઉચ્ચારાઈ

મોરબી :  ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ પડતર માંગણીઓને પગલે લડત ચલાવી રહ્યા છે જેમાં હડતાલ અને આવેદન તેમજ વિરોધ પ્રદર્શન કરવા છતાં નિવેડો નહિ આવતા હવે સામુહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબી વીસીઈ મંડળના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં કામ કરતા ૪૦૦ થી વધુ વીસીઈ સહીત રાજ્યભરના ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ માંગણીઓને પગલે આંદોલન ચલાવી રહ્યા છે છતાં પ્રશ્નો જેમના તેમ છે કોઈ નિવેડો લાવવા સરકાર પ્રયત્નશીલ દેખાતી નથી ત્યારે તા. ૨૫ સુધીમાં માંગણીઓ નહિ સંતોષાય તો સામુહિક રાજીનામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

(10:50 pm IST)