Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબી જિલ્લામાં મેગા વેકસીનેશન ડ્રાઈવમાં 16048 લોકોને રસી મુકાઈ

સૌથી વધુ 18-44 વર્ષના વય જુથના 8245 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આજે મેગા વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાની 203 સાઇટ ઉપર વેકસીનેશન હાથ ધરાયુ હતું. આ મેગા વેકસીનેશન ડ્રાઈવમાં 16048 લોકોને રસી મુકવામાં આવી હતી.
  મોરબી જિલ્લો 100 ટકા વેકસીનેશન યુક્ત બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રથમ ડોઝ અને બે ડોઝની 90 ટકા ઉપર વેકસીનેશનની કામગીરી થઈ ગઈ છે. જ્યારે ત્રીજા ડોઝ પ્રિકોશનની કામગીરી હજુ ફ્રન્ટ લાઈન વર્કરો માટે જ કામગીરી થઈ રહી છે. આ ત્રણેય ડોઝ માટે લોકો સમય થઈ ગયો હોવા છતાં વેકસીનેશન માટે ઉદાસીન રહેતા હોવાથી તંત્ર દ્વારા 203 સાઈટ પર કોવીસીલ્ડ, કોવેક્સિન સ્ને કોર્બિવેકસ ના 27600 વેક્સિનેશનનું મેગા ડ્રાઈવ યોજાતા 45 પલ્સમાં 2193, 18થી 44માં 8245 અને 15થી17 માં 693 અને 12થી14માં 2588 મળીને કુલ 16048 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

(10:52 pm IST)