Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જસદણમાં એક જ દિવસમાં ૩૨૧૨ લોકોને વેકિસન આપવામાં આવી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૨ : જસદણમાં ગઇકાલે ભીમ અગિયારસને દિવસે એક જ દિવસમાં જુદા જુદા ત્રણ સ્થળોએ રાખેલા કેમ્પમાં રેકોર્ડ બ્રેક કુલ મળીને ૩૨૧૨ લોકોને વેકિસન આપવામાં આવી હતી.

જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તમામ સ્થળે મળીને કુલ ૩૨૧૨ લોકોને વેકિસન આપવામાં આવી હતી.

જસદણ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૩૮ હજારથી વધારે લોકોને વેકિસન અપાઇ ચૂકી છે. જસદણના ઈન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર ડો.ધવલ ગોસાઈ અને તેની ટીમ દ્વારા જસદણ પંથકમાં વધુને વધુ લોકો વેકિસનનો લાભ લે તે માટે વિવિધ કેમ્પ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(12:07 pm IST)