Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

વેરાવળમાં હિન્દુ કાર્યકર્તા ઉપર હુમલા અને વલસાડમાં ગૌરક્ષકની હત્યા અંગે ભુજમાં વિરોધ પ્રદર્શન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: તાજેતરમાં જ વેરાવળ અને વલસાડમાં બનેલ બનાવો સંદર્ભે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા કટ્ટરવાદી તત્વો સામે આકરા પગલાં ભરવાની માંગ સાથે ભુજમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જોકે, ભુજ બી ડિવિઝન પોલીસે સંગઠનના ૬ કાર્યકર્તાઓની અટક કરી હતી. વેરાવળમાં હિન્દુ કાર્યકર્તા ઓ ઉપર થયેલ હુમલાના બનાવ અને વલસાડમાં કસાઈઓ દ્વારા ગૌરક્ષકની કરાયેલ હત્યા સંદર્ભે ભુજના જયુબીલી સર્કલ પાસે વિરોધ વ્યકત કરાયો હતો.

(12:09 pm IST)