Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ભાણવડ પાલિકા સુપરસીડ કરવાનું પ્રકરણ છેક ગાંધીનગર પહોંચેલુ !!

ખંભાળીયા, તા. ૨૨ :. ભાણવડમાં પાલિકામાં ભાજપના સદસ્યોને ખેડવીને કોંગ્રેસે પોતાની તરફમાં લેતા લઘુમતીમાં મુકાયેલી ભાજપ શાસિત આ પાલિકાને સુપરસીડ કરવાના મુદ્દે આ પ્રકરણ છેક વિજયભાઈ રૂપાણી તથા રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સુધી પહોંચેલુ તથા તેમા કડક પગલાનો આગ્રહ થતા સુપરસીડ થઈ હોવાની ચર્ચા જાગી છે.

૨૦૨૨માં ધારાસભાની ચૂંટણી છે ત્યારે ભાણવડમાં પાલિકામાં ભાજપના જ આઠ સદસ્યો કોંગ્રેસના સમર્થનમાં ચાલ્યા જતા ભાજપ પાસેથી કોંગ્રેસને પાલિકા મળે તેના પ્રમુખ-ઉપપ્રમુખ આવે તો ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય તેવી સંભાવના હોય ભાજપે પક્ષપલ્ટુઓને પાઠ ભણાવવા ખાસ જહેમત સુપરસીડમાં કર્યાની પણ ચર્ચા છે તો ભાણવડ પાલિકા સુપરસીડનું પગલુ તથા ડિમોલીશન બન્ને મુદ્દા આગામી ધારાસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં મહત્વના બને તો નવાઈ નહીં !!

(12:14 pm IST)