Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જામનગર ખાતે સામાજીક અધિકારીતાના શિબીરના બીજા તબકકાનું આયોજન

જામનગર : ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને એલીમ્કોના સહયોગથી ગઇકાલે કેન્દ્રીય મંત્રીશ્રી થાવરચંદ ગેહલોતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીની વર્ચ્યુલ ઉપસ્થિતીમાં ધનવંતરી આયુર્વેદીક ઓડીટોરીયમ ખાતે દિવ્યાંગજનોને સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જામનગરમાં આણંદાબાવા સંસ્થા ખાતે બીજા તબકકાનો આ કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શ્રી પુનમબેન માડમની જહેમત મોનીટરીંગ તથા ભારત સરકારમાં સમયાંતરે રજૂઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જિલ્લામાં દિવ્યાંગજનોને વિનામુલ્યે સહાયક સાધનનો લાભાર્થીઓને વિતરણનો બીજા તબકકાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર (શહેર) તથા જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ર૧૭ લાભાર્થીઓને સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હસુભાઇ ફાચરા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભરતભાઇ બોરસદીયા અને તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકુંદભાઇ સભાયા વિગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યુ હતું. હાલારના બન્ને જિલ્લાના ૩૮૦પ દિવ્યાંગોને રૂ. ૩ કરોડ પ૭ લાખની કિંમતના ૬રરપ ઉપકરણોનું વિતરણ કરવામાં આવનાર છે.

(1:07 pm IST)